Tuesday, November 06, 2007

Vhaali

આભલા ના તારલા ને તૂટતા જોઈ મે ઇચ્છા કરી
આંખની તૂટેલી પાપણને મુટ્ઠી પરથી ફૂકી
પ્રેમ રુપી દીવો મારા હ્દયમાં પ્રગટાવો પ્રભુ
ગ્રીષ્મ ની બપોર માં વસંત નુ પુષ્પ ઉગાદી

ઇચ્છા મારી કદાચ સાચા મનથી હશે
શરદ ની પુનમ સમાન તે પવિત્ર હશે
તો આભાર કે મારી ઇચ્છા પૂર્ણ કરી
નદીમાં ખોવાએલ મારી નાવડી ને કીંજલ મળી

બેકાબૂ વંટોડિયા સામે તે મોગ્રા ની ફોરમ બની
રવિ ના તાપ સામે તે સુર્યમુખી નુ ફુલ બની
ઠરેલી સમઝણ સામે બાળપણની નર્મી બની
આથમતા અજવાડા સામે પરોઢીયા ની કિરણ બની

નાજુક નમણી વ્હાલીએ મારુ હ્ર્દય પિગડાવ્યુ
પ્રેમ રહિત જીવનમાં પ્રેમનુ અંકુર ફુટ્યુ
બાળક રુપી કિલ્લોલે મનનો સુસ્વાટ તોડ્યો
નાની નાની વાતોમાં હસીને તેણે મને જીત્યો

જીવનનો આ પડાવ હવે ખૂબ મીઠો લાગે છે
તેની બાથમાં જીવન નો થતો ઉદ્ધાર લાગે છે
તેની ખુશીમાં મારા જીવનનો હેતુ લાગે છે
તેના માટે સમર્પિત થવામાં મારો મોક્ષ લાગે છે

કોઈ નહીં થી જીવનનું બધુજ થઈ છે તે
મારી ખુશીઓ નો હવે આધાર છે તે
તે નથી તો શ્વાસ ની પન જરુર નથી
જીવનની હવે અત્યંત જરુરિયાત છે તે

1 comment:

Unknown said...

vry romantic